

Batekavada
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 90 મિનિટ
- Ingridients
- બટાટાં – 1 કિલો
- ચણાનો લોટ(બેસન) – 225 ગ્રામ
- સફેદ તલ – 10 ગ્રામ
- મરી પાઉડર – 5 ગ્રામ
- ખાવાનો સોડા – 2 ગ્રામ
- લીંબુરસ – 25 ગ્રામ
- આદું – 10 ગ્રામ
- મીઠું – 32 ગ્રામ
- દળેલી ખાંડ – 42 ગ્રામ
- સૂકા ધાણા પાઉડર – 5 ગ્રામ
- પીસેલાં લીલાં તીખાં મરચાં – 30 ગ્રામ
- કોથમીર – 60 ગ્રામ
- પાણી – જરૂર મુજબ
- Direction
બટેકાની ગોળી બનાવવા માટે:
- બાફેલાં બટેટાં ને પીસીને તેમાં સફેદ તલ, મરી પાઉડર, આદું, મીઠું અને દળેલી ખાંડ નાખવી.
- હવે સૂકા ધાણા પાઉડર, પીસેલા લીલા તીખા મરચાં, કોથમીર ઉમેરી મિક્સ કરી દેવા.
- હવે તેની ગોળીઓ વાળી ડીશમાં ગોઠવવી.
ખીરું બનાવવા માટે :
- સૌ પ્રથમ ચણાના લોટમાં થોડું પાણી ઉમેરી તેમાં સોડા નાંખી તેની ઉપર લીંબુનો રસ નાંખી હલાવી નાખવું.
- ખીરું કઢી જેવું ઘટ્ટ રહે તેટલું જ પાણી નાખવું અને મીઠું સ્વાદાનુસાર નાખવું.
બટેકા વડા બનાવવા માટે :
- તેલને ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થયા બાદ ગેસ મીડિયમ કરી નાખવો.
- હવે તૈયાર ગોળીઓને ખીરામાં બોળતી જવી અને એક પછી એક તેલમાં મુક્તા જવું.
- આછો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળવા.