Swaminarayan Community
ભાજીકોન
  • Time: 50 મિનિટ
Ingridients
  • મેંદો – 2 ½ કપ
  • ઘી – 8 ચમચી
  • અજમો – 1 ½ નાની ચમચી
  • બાફેલાં બટેટાં – 5 નંગ
  • બાફેલાં લીલા વટાણા – 1 ½ કપ
  • ટમેટાં – 5 નંગ
  • આદું – 1 ½ ઇંચ ટુકડો
  • લીલાં મરચાં – 5 નંગ
  • તેલ – 5 મોટી ચમચી
  • લવિંગ – 5 નંગ
  • લાલ મરચું – 5 નાની ચમચી
  • હળદર – 1 ½ ચમચી નાની
  • ધાણાજીરું – 5 ચમચી
  • પાવભાજી મસાલો – 2 ½ ચમચી
  • લીંબુ – 2 નંગ
  • કોથમીર – 5 ચમચી
  • ચીઝ – 5 ક્યુબ
  • મીઠું – સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે
Direction
  1. એક બાઉલમાં મેંદો, મીઠું અને અજમો મિક્સ કરવા.
  2. તેમાં પાણી નાંખી લોટ બાંધી સાઇડ ઉપર ઢાંકીને મૂકી દેવો.
  3. ત્યારબાદ મિક્સરમાં આદું, મરચાં અને ટમેટાં પીસી પેસ્ટ બનાવવી.
  4. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લવિંગ નાંખી તૈયાર કરેલી પેસ્ટ નાંખી દો.
  5. તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, પાંઉભાજી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી દો.
  6. જ્યારે તેમાંથી તેલ છૂટવા આવે ત્યારે બાફેલાં બટેટાં અને વટાણા ઉમેરવા.
  7. ત્યારપછી સ્વાદાનુસાર મીઠું નાંખી 5 મિનિટ સુધી ભાજી ઊકળવા દેવી અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરવી.
  8. હવે પહેલા લોટ બાંધેલો હતો તેની રોટલી બનાવી વચ્ચેથી કાપો મારી 2 ભાગ કરી લો.
  9. હવે કોન મોલ્ડમાં એક ભાગને શેપમાં મૂકી, રોટલીની કિનારી પર પાણી લગાડી પેક કરી દેવી.
  10. એવી રીતે બધા જ કોન વાળી, કોન મોલ્ડમાં મૂકી તેલ ગરમ કરી તળી લેવા.
  11. જેમ જેમ તળાશે તેમ-તેમ કોન મોલ્ડથી કોન છૂટા પડી જશે.
  12. કોન ઠંડા થાય ત્યારબાદ તેમાં ભાજી ઉમેરો, ચીઝ ખમણો અને કોથમીર ભભરાવો.
  13. તૈયાર છે સ્વાદિષ્ટ ભાજી કોન.