

Bread Bhajiya
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 30 મિનિટ
- Ingridients
- બટાટાં – 1 કિલો
- ચણાનો લોટ – 250 ગ્રામ
- મીઠું અને ખાંડ – સ્વાદાનુસાર
- બ્રેડ – 1 પેકેટ
- તળવા માટે તેલ – 500 ગ્રામ
- આદું- મરચાંની પેસ્ટ – 2 ચમચા મોટા
- લીમડાનાં પાન – 5 તીરખી
- લીલા ધાણા – 100 ગ્રામ
- જીરું – 1/2 ચમચી
- રાઈ – 1/2 ચમચી
- કાજુ દ્રાક્ષ – 1 વાટકી
- લીલા કોપરાનું છીણ – 2 ચમચા
- ગરમમસાલો – 1/2 ચમચી
- લીંબુનો રસ – 2 ચમચી
- ખાવાનો સોડા – 1 ચપટી
- Direction
- બટાટાંને બાફી છૂંદો કરવો.
- એક કડાઈ માં વઘાર માટે તેલ લઈને તેમાં રાઈ, જીરું, ક્રશ કરેલું આદું- મરચાંની પેસ્ટ ઉમેરીને સાતળવું.
- થોડીવાર પછી તેમાં કાજુ, દ્રાક્ષ અને બાફેલાં બટાટાંનો છૂંદો ઉમેરીને મિક્સ કરી દેવો.
- હવે તેમાં લીલા ધાણા, મીઠું, લીંબુનો રસ, લીલા કોપરાનું છીણ, ગરમમસાલો ભેળવી દેવા.
- હવે બધી બ્રેડની કોરને કટ કરી લેવી.
- ત્યારબાદ એક બ્રેડને પાણી ભરેલા બાઉલમાં બોળીને બન્ને હાથ વચ્ચે દબાવી પાણી નિતારી લેવું.
- હવે તેમાં વચ્ચે બટાટાંનું મિશ્રણ મૂકી બ્રેડને હાથની મદદથી ગોળો વાળી દેવો.
- કોઈપણ બાજુ બ્રેડ ખૂલી ન રહેવી જોઈએ તે રીતે બોલ જેવો આકાર આપવો..
- હવે ચણાનો લોટ લઈ તેમાં થોડોક (1 ચપટી) સોડા, અજમો અને મીઠું નાંખીને એકદમ પતલું રાબડું તૈયાર કરો.
- હવે તૈયાર કરેલ ચણાના લોટના મિશ્રણમાં બોળી તેલમાં ધીમા તાપે તળવા.
- બદામી રંગ થાય એટલે કાઢી લેવું.