Swaminarayan Community
ફ્રૂટ ખીચડી
  • Time: 45 મિનિટ
Ingridients
  • તુવેરદાળ – 1/2 કપ
  • ચોખા – 1 કપ
  • મીઠું – સ્વાદાનુસાર
  • ગરમમસાલો – 1 ટી સ્પૂન
  • લાલ મરચું પાઉડર – 1/2 ટી સ્પૂન
  • હળદર - 1/2 ટી સ્પૂન
  • જીરું – 1 ટી સ્પૂન
  • તમાલપત્ર – 1 નંગ
  • દાડમ – 1/2 નંગ
  • કિસમિસ – 25 ગ્રામ
  • કાજુ ટુકડા - 25 ગ્રામ
  • લીંબુનો રસ – 1 નંગ
  • લીલા વટાણા - 1/2 કપ
  • ગાજર સમારેલા - 1/2 કપ
  • સમારેલા લીલા ધાણા - 1/2 કપ
  • તેલ - જરૂર મુજબ
Direction
  1. સૌ પ્રથમ તુવેરદાળ અને ચોખાને ધોઈને અલગ અલગ બાઉલમાં બે કલાક પલાળી રાખો.
  2. હવે બનેને અલગ અલગ વાસણમાં એવી રીતે બાફવા કે ચોખા અને તુવેરદાળ છૂટી રહે.
  3. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને તમાલપત્ર નાખી સાતળવું.
  4. હવે તેમાં વટાણા, ગાજર, કિસમિસ અને કાજુના ટુકડા નાખી થોડી વાર પકવવું.
  5. થોડી વાર બાદ તેમાં હળદર આદિ બધા મસાલા નાખી મિક્સ કરવું.
  6. હવે તેમાં બાફેલા ચોખા ને તુવેરદાળ ઉમેરી બધુ બરાબર મિક્સ કરવું.
  7. ગેસ બંધ કરી તેના પર દાડમ અને લીલા ધાણાથી ગાર્નીશિંગ કરવું.
  8. ફ્રૂટ ખિચડી ગરમા ગરમ કઢી અને પાપડ સાથે સર્વ કરો.