Swaminarayan Community
ઘેબર
  • Time: 20 મિનિટ
Ingridients
  • મેંદો – 120 ગ્રામ
  • ઘી – 70 ગ્રામ
  • દહીં – 125 ગ્રામ
  • બરફ – 2-3 ક્યુબ
  • પાણી ઠંડું – 500 મિલી
  • બેસન – 15 ગ્રામ
  • ઘી તળવા માટે - 1 ½ કિલો
  • પિસ્તાની કાતરી

ચાસણી માટે :

  • ખાંડ – 200 ગ્રામ
  • પાણી – 100 ગ્રામ
  • ઇલાયચી પાઉડર – 1 ટેબલસ્પૂન
  • કેવડા જળ - 1 ટેબલસ્પૂન
  • લીંબુનો રસ - 1 ટેબલસ્પૂન
Direction
  1. સૌ પ્રથમ એક તારની ચાસણી બનાવવી અને તેમાં ઇલાયચી પાઉડર, કેવડા જળ અને લીંબુનો રસ નાંખવો.
  2. હવે એક મિક્સસરની ઝારમાં ઘી લેવું અને તેમાં ઠંડું દહીં અને ૨-૩ ક્યુબ બરફ ઉમેરીને બરાબર મિક્સ કરવું.
  3. ત્યારબાદ થોડું ઠંડું પાણી ઉમેરીને મિક્સ કરવું. હવે તેમાં મેંદાનો લોટ બે ભાગમાં નાંખીને દળવું.
  4. સાથે સાથે ઠંડું પાણી અને છેલ્લે બેસન અને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું.
  5. પાણી ૫૦૦ ગ્રામ જેટલું વપરાશે બહુ પતલું અને બહુ જાડું ખીરું ન થાય તેનું ધ્યાન રાખવું.
  6. માપસરનું ખીરું તૈયાર કરી તેને બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકવું જેથી તે ઠંડું રહે.
  7. હવે એક તપેલી અથવા ઊંડા વાસણમાં તળવા માટે ઘી લઈને ગરમ કરવું.
  8. ઘી બરાબર ગરમ થાય પછી બોટલમાં ભરેલ ખીરું ધીમે ધીમે નાંખવું.
  9. એક સાથે ખીરું ન નાખવું જેથી ઘી બહાર ન આવે, વારેવારે ખીરું નાખતા રહેવું જ્યાં સુધી ગોળાય પૂરેપૂરી તૈયાર ન થાય અને બ્રાઉન કલરનું ઘેબર થવું જોઈએ.
  10. ઘેબર બરાબર તળાય જાય પછી બાકીના ઘેબર તૈયાર કરવા.
  11. ૩-૪ ઘેબરને ઉપરા ઉપર મૂકીને તૈયાર કરેલી ચાસણી તેના ઉપર બધી બાજુ રેડવી અને પિસ્તા-કેસરથી ગાર્નીશ કરવું.