Swaminarayan Community
મોદક
  • Time: 45 મિનિટ
  • Weight: 600 ગ્રામ
Ingridients
  • ચોખાનો લોટ - 150 ગ્રામ
  • કોપરાનું છીણ - 15૦ ગ્રામ
  • ગોળ - 180 ગ્રામ
  • ઘી – 20 ગ્રામ
  • ખસખસ –15 ગ્રામ
  • મીઠું - સ્વાદાનુસાર
  • કાજુ – 30 ગ્રામ
  • દ્રાક્ષ – 15 ગ્રામ
  • ઇલાયચી – 3 ગ્રામ
Direction
  1. સૌ પ્રથમ એક કપ પાણી ગરમ કરવા મૂકવું જેમાં એક ટેબલસ્પૂન ઘી અને સ્વાદાનુસાર મીઠું નાંખવું અને પાણીને ઉકાળવું.
  2. પાણી ઉકળ્યા બાદ ગેસ બંધ કરીને તેમાં ચોખાનો લોટ નાંખવો અને મિક્સ કરીને તેને 5 મિનિટ માટે ઢાંકીને પાકવા દેવો.
  3. તે દરમ્યાન પૂરણ તૈયાર કરવા એક ગરમ તવામાં ખસખસને શેકીને બાઉલમાં કાઢી લેવા.
  4. ત્યારબાદ એ જ તવામાં ગોળ નાંખવો, ગોળ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી ગરમ થવા દેવો.
  5. ગોળ ઓગળી જાય ત્યારબાદ તેમાં લીલા નાળીયેરનું છીણ નાંખવું અને ધીમા તાપે હલાવીને મિક્સ કરવું અને પાકવા દેવું.
  6. હવે તેમાં કાજુના ટુકડા, દ્રાક્ષ, ઇલાયચી પાઉડર અને ખસખસ નાંખી દેવા.
  7. હવે ચોખાનો લોટ ઠંડો થયા પછી હાથમાં થોડું ઘી લગાવીને મસળી મસળીને લોટને ચીકણો કરવો.
  8. હવે બાંધેલા લોટના લુવા કરવા, એક લુવાને લઈને તેને કિનારીએથી પતલું પતલું હાથેથી ફેલાવતા જવું અને પૂરી જેટલી સાઇઝનું કરવું.
  9. ત્યારબાદ તેમાં ખાડો કરીને તૈયાર કરેલ પૂરણની એક ચમચી ભરીને નાંખવું અને પૂરીને 5-6 કળી બનાવીને પેક કરતા જવું.
  10. તે કળીને ઉપરની બાજુ ખસેડતા જવું અને પેક કરી દેવું.
  11. તૈયાર કરેલા મોદકને સ્ટીમ કરવા.
  12. એક સ્ટીમરમાં તેને 10 -12 મિનિટ બાફવા મૂકવાં.
  13. 10-12 મિનિટ પછી તેને બહાર કાઢી લેવા.