Swaminarayan Community
ક્વિનવાની ખીચડી
  • Time: 40 મિનિટ
Ingridients
  • ક્વિનવા – 2 કપ
  • મરચું પાઉડર – 1 ટી સ્પૂન
  • હળદર – 1/4 ટી સ્પૂન
  • ઘી – 2 ટી સ્પૂન
  • જીરું – 1 ટી સ્પૂન
  • સમારેલાં ગાજર – 1/2 કપ
  • લીલા વટાણા – 1/2 કપ
  • બટેટાં(મીડિયમ) – 2 નંગ
  • ટમેટાં – 2 નંગ
  • લીલા મરચાં – 2 નંગ
  • આદું – 1 ટી સ્પૂન
  • મરી અને લવિંગ – 1 ટી સ્પૂન
  • ધાણાજીરું – 1 ટી સ્પૂન
  • મીઠું – સ્વાદાનુસાર
  • કાજુ – 11 થી 12 નંગ
  • લાલ સૂકાં મરચાં – 2 થી 3 નંગ
  • પાણી - 4 કપ
Direction
  1. ક્વિનવા ધોઈને તૈયાર કરવા.
  2. પછી વઘાર માટે ઘી મૂકવું.
  3. ત્યારબાદ તેમાં જીરું, સૂકા મરચાં, આખા મરી, લવિંગ, કાજુ, આદું, મરચાં અને હળદર નાંખી વઘાર કરો.
  4. તેમાં બટેટાં, ગાજર, વટાણા અને મીઠું નાંખી સાંતળો.
  5. હવે તેમાં ક્વિનવા ઉમેરો.
  6. ત્યારબાદ મરચું પાઉડર, ધાણાજીરું અને પાણી ઉમેરી મિડિયમ ગેસ ઉપર 20 મિનિટ બફાવા દો.
  7. પાણી સંપૂર્ણ બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.