Swaminarayan Community
રસમ
  • Time: 30 મિનિટ
Ingridients
  • પાણી – 2.5 કપ
  • આંબલી – 1 ચમચી (તેની 1/2 કપ પાણીમાં પેસ્ટ બનાવવી)
  • ટમેટાં – 1
  • ગોળ – 1 ચમચી
  • હળદર – 1/4 ચમચી
  • લીમડાનાં પાન – 6-7 નંગ
  • જીરું પાઉડર – 1/2 ચમચી
  • વાટેલા મરી – 1/2 ચમચી
  • મીઠું – સ્વાદાનુસાર
  • ઘી – 1 ½ ચમચી
  • રાઈ – 1/2 ચમચી
  • જીરું – 1/2 ચમચી
  • લાલ સૂકાં મરચાં – 1/2 નંગ
  • કોથમીર – જરૂરિયાત મુજબ
Direction
  1. સૌ પ્રથમ એક વાસણમાં પાણી, આમલીની પેસ્ટ, હળદર, પીસેલ ટામેટુ, ગોળ, સુધારેલી કોથમીર, મીઠું અનેલીમડાનાં પાન લેવા.
  2. 2-3 મિનિટ ફાસ્ટ ગેસ પર ગરમ કરવું અને 7-8 મિનિટ સામાન્ય ગેસ પર ઉકાળવું.
  3. પછી જીરું પાઉડર અને મરીનો ભૂકો ઉમેરી ઊકળવા દેવું.
  4. ઊકળે ત્યાં સુધીમાં એક વઘારિયામાં ઘી લેવું.
  5. ઘી ગરમ થાય થાય એટલે રાઈ નાખવી, રાઈ તતડે એટલે જીરું, લાલ સૂકું મરચું અનેલીમડાનાં પાન નાંખી વઘાર કરવો.
  6. વઘારને રસમમાં નાંખી ગેસ બંધ કરી દેવો.
  7. ઉપરથી કોથમીર ભભરાવવી.
  8. તૈયાર છે રસમ.